Celebs Dies Due To Heart Attack: બોલીવુડના આ 5 સિતારાઓનું હાર્ટ અકેટથી થઈ ચૂક્યું છે મોત
બિગ બસ સીઝન 13માં ધમાલ મચાવનાર અને અનેક ફિલ્મો, સીરિયલમાં જોવા મળેલા સિદ્ધાર્થ શુક્લા પણ ખુબ જ જાણિતા અભિનેતા હતા. પરંતુ તેમણે પણ અચાનક મોડી રાત્રે હાર્ટ અટેકના લીધે દુનિયાને અલવિદા કહ્યું હતું. 2 સપ્ટેમ્બરે માત્ર 40 વર્ષની ઉંમરે સિદ્ધાર્થ શુક્લાની અણધારી વિદાયથી ફેન્સ શોકમાં ગરકાવ થયા હતા.
મંદિરા બેદીના પતિ અને બોલિવુડના જાણિતા પ્રોડ્યુસર રાજ કૌશલ સાથે પણ આવું બન્યું હતું. માત્ર 50 વર્ષની ઉંમરે હાર્ટ એટેલ આવતા રાજ કૌશલનું નિધન થયું હતું. 30 જૂન 2021ના રોજ રાજ કૌશલ પણ દુનિયાને અલવિદા કહીને પંચમહાભૂતમાં વિલિન થયા હતા.
અણધારી વિદાયની યાદીમાં જાણીતી ટીવી અને ફિલ્મ એક્ટર અમિત મિસ્ત્રીનું નામ પણ આવે છે. શોર ઈન ધ સિટી, સાત ફેરાની કહાની જેવી અનેક ફિલ્મો સાથે બંદિશ બૈંડિટ ઓટીટી પર શો પણ કર્યો છે. પરંતુ માત્ર 47 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવતા 23 એપ્રિલ 2021ના રોજ અમિત મિસ્ત્રીએ દુનિયાને અલવિદા કહ્યું.
અનેક સીરિયલથી લોકોના દિલ જીતનારી અબીર ગોસ્વામી હવે આ દુનિયામાં નથી. કુસુમ, યહા મે ઘર ઘર ખેલી, પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા જેવી સીરિયલથી ફેન્સના દિલ જીત્યા હતા. પરંતુ 37 વર્ષની ઉંમરે 2013માં જ્યારે જીમમાં ટ્રેડમિલ પર દોડતા દોડતા અચાનક હાર્ટ અટેક આવ્યો હતો. જેમાં તેનું મોત થયું હતું.
આરતી અગ્રવાલની મોત પણ અચાનક હાર્ટ અટેક આવતા થયું હતું. આરતી અગ્રવાલ મુખ્યત્વ તેલુગૂ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી ખુબ જ લોકપ્રિયતા મેળવી હતી. પરંતુ 6 જૂન 2015ના રોજ 31 વર્ષની ઉંમરે હાર્ટ અટેકના લીધે આરતીનું મોત થયું હતું.